નાંધઈ પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો.
તારીખ : ૧૫-૦૨-૨૦૨૪નાં દિને નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત નાંધઈ પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાયો હતો.જેમાં બાળકોને શિક્ષકો તરફથી મળેલી પૂર્વ સૂચના અનુસાર તમામ બાળકો પૂરી તૈયારી સાથે આનંદ મેળામાં ભાગ લેવા ઉત્સુક બન્યા બન્યા હતા.જેમાંથી ૬૨ જેટલી વાનગીઓના સ્ટોલ ઊભા કરવામાં હતાં.
બધી જ વાનગીઓ ઘરે બનાવેલી હતી અને વૈવિધ્યાસભર હતી. સ્વરછતા જળવાઈ રહે એ માટે સ્ટોલ પરના તમામ વિદ્યાર્થીઓને માથા પર કેપ તથા હાથમાં હેન્ડ ગ્લોઝ પહેરાવ્યા હતા શાળાના વિદ્યાર્થીઓ સાથે ગામના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહીને આનંદ મેળાની મજા માણી હતી. બાળકોને નફો અને ખોટની પ્રત્યક્ષ અનુભવનાં આધારે સમજ મેળવી શક્યા હતા. અવનવી વાનગીઓ ગ્રામજનો પોતાના પરિવાર માટે ઘરે પણ લઈ ગયા હતા. આચાર્યશ્રીના નિવેદન મુજબ દરેક સ્ટોલ પર ૮:૩૦ થી ૧૨:૩૦ કલાક સુધીમાં ઓછામાં ઓછો ૫૦૦ રૂપિયા અને વધુમાં વધુ ૩૦૦૦ હજારની આસપાસનું વેચાણ કર્યું હતું. આનંદ મેળાની પૂર્ણાહૂતિ બાદ દરેક સ્ટોલનાં બાળકો દ્વારા લેખિત સ્વરૂપે નફા નુકશાનના હિસાબ રજૂ કરી પોતપોતાના અભિપ્રાય રજૂ કરવામાં આવ્યા હતા.
0 Comments