વિકસિત ગુજરાત @2047 થીમ હેઠળ ખેરગામના બી.આર.સી. ભવન ખાતે તાલુકા કક્ષાનો કલા ઉત્સવ 2025-26 ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાયો. નાંધઈ, પાટી, પણંજ, કન્યા શાળા ખેરગામ સહિત વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ચિત્ર, બાળ કવિ, સંગીત ગાયન અને સંગીત વાદન જેવી સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભા દર્શાવી. રિધ્ધિ પટેલ, દૃષ્ટિ પટેલ, યુતિકાકુમારી ગાંગોડા અને સોહમ પટેલે પ્રથમ ક્રમાંક મેળવી તલુકાનો ગૌરવ વધાર્યું.

0 Comments