ગ્રામજનોની ભારે હાજરી સાથે નાંધઈ પ્રાથમિક શાળામાં આનંદમેળાની ઉજવણી

  ગ્રામજનોની ભારે હાજરી સાથે નાંધઈ પ્રાથમિક શાળામાં આનંદમેળાની ઉજવણી


નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની નાંધઈ પ્રાથમિક શાળા ખાતે તારીખ ૧૨/૦૧/૨૦૨૬ (સોમવાર) ના રોજ સવારે ૧૧:૦૦ થી ૧:૩૦ દરમિયાન એક ભવ્ય અને આનંદદાયક **‘આનંદમેળા’**નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.


આ આનંદમેળાનું ઉદ્ઘાટન SMC અધ્યક્ષ શ્રી ઠાકોરભાઈ તથા ગ્રામજનોના કરકમળે કરવામાં આવ્યું હતું. મેળામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કુલ ૫૧ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. જેમાં ઉબાડિયું, પાઉભાજી, વડાપાઉં, સમોસાં, મન્ચુરિયન, સેન્ડવીચ, ભેલ, ઈડલી-સાંભર તેમજ મીઠાઈ તરીકે ગુલાબજાંબુ, ફ્રૂટ્સલાર્ડ અને છાસ જેવી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો ગ્રામજનોએ આનંદ માણ્યો હતો.


આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મનિષભાઈ પરમાર તથા બીટ નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓના આયોજન, વ્યવસ્થાપન અને કૌશલ્યની પ્રસંસા કરી હતી.


આનંદમેળામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમને ઉત્સાહભેર વધાવી સફળ બનાવ્યો હતો. આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓમાં વ્યવસાયિક કૌશલ્ય, ટીમવર્ક અને આત્મવિશ્વાસ વિકસાવવા માટે મહત્વપૂર્ણ યોગદાન મળ્યું હોવાનું શાળાના શિક્ષકોએ જણાવ્યું હતું.













Post a Comment

0 Comments