Khergam: ખેરગામ તાલુકાના નાંધઈ પ્રાથમિક શાળાની વધુ એક ઉપલબ્ધિ :

 Khergam: ખેરગામ તાલુકાના નાંધઈ પ્રાથમિક શાળાની વધુ એક ઉપલબ્ધિ : 

       ફાઈલ તસવીર

નવસારી જિલ્લામાં સક્ષમ અને સ્વચ્છ શાળા એવોર્ડ અંતર્ગત શાળાઓ વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી, જે અંતર્ગત શાળાના તમામ પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં નાંધઈ પ્રાથમિક શાળાએ  સમગ્ર નવસારી જિલ્લામાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો હતો, જેમાં તેમને 31000/- પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ વર્ષે ધોરણ-5માં લેવાયેલી CET પરીક્ષામાં 20 બાળકોએ રાજ્યના મેરિટ ક્રમમાં સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. 36000/-ની શિષ્યવૃતિ મળશે. આમ, નાંધઈ પ્રાથમિક શાળા ખેરગામ તાલુકાએ CET મેરીટમાં સૌથી વધુ વિદ્યાર્થી દ્વારા સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમાંક મેળવીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આ ઉપરાંત કલા ઉત્સવમાં તાલુકામાં સંગીત અને બાળકોની સ્પર્ધામાં શાળાએ પ્રથમ નંબર મેળવ્યો હતો. અને હવે જિલ્લા કક્ષાએ ખેરગામ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.

નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં આ શાળામાં ખાનગી શાળાના 44 બાળકોએ પ્રવેશ લીધો છે. છેલ્લા ત્રણ વર્ષમાં નાંધઈ પ્રાથમિક શાળાએ ગુણોત્સવમાં A+ ગ્રેડ મેળવ્યો છે. શાળાની આ સિદ્ધિ માટે શાળાના તમામ સ્ટાફ અને બાળકોએ ખૂબ જ સહયોગ આપ્યો છે.

Post a Comment

0 Comments