શામળા ફળિયા ક્લસ્ટર કલા ઉત્સવ 2025-26માં નાંધઈ પ્રાથમિક શાળાનો સર્વશ્રેષ્ઠ વિજય
વિકસિત ગુજરાત @2047 થીમ અંતર્ગત શામળા ફળિયા ક્લસ્ટરનો કલા ઉત્સવ કાર્યક્રમ 2025-26 ઉત્સાહ અને ઉત્કર્ષ સાથે યોજાયો. આ સ્પર્ધામાં શામળા ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ, વાવ પ્રાથમિક શાળા, નારણપોર પ્રાથમિક શાળા, નાંધઈ પ્રાથમિક શાળા અને નવી ભૈરવી પ્રાથમિક શાળા એમ પાંચ શાળાઓના ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. કુલ ચાર સ્પર્ધાઓ—ચિત્ર, બાળકવિ, સંગીત ગાયન અને સંગીત વાદન—માં 11 સ્પર્ધકોએ પોતાની પ્રતિભા દર્શાવી.
સી.આર.સી. શામળા ફળિયા (તા. ખેરગામ, જિ. નવસારી) દ્વારા આયોજિત આ કલા ઉત્સવમાં નાંધઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ સર્વત્ર શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ધ્રુવી સુનિલભાઈ પટેલ (ચિત્ર), દૃષ્ટિ ભાવેશભાઈ પટેલ (બાળકવિ), જીયા હરેશભાઈ પટેલ (સંગીત ગાયન) અને ધૃવ સુધીરભાઈ પટેલ (સંગીત વાદન)એ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને નાંધઈ શાળાએ તમામ સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન મેળવી અનોખો રેકોર્ડ રચ્યો.
વિજેતાઓને ઇનામ વિતરણ ખેરગામ તાલુકા પંચાયતના સદસ્યશ્રી સુભાષભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું.



0 Comments