ખેરગામ તાલુકાના સાત વિધાર્થીઓ NMMS પરીક્ષામાં ઝળક્યા.

  

ખેરગામ તાલુકાના ચીમનપાડા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી  (૧) જૈમિની પટેલ ૧૨૫ ગુણ સાથે ૪૫મો રેન્ક, કન્યા શાળા ખેરગામની (૨)રીમા સુથાર ૧૨૧ ગુણ સાથે ૬૭મો રેન્ક, તથા (૩) નિધિકુમારી પટેલ ૧૨૧ ગુણ સાથે ૭૦મો રેન્ક, નાંધઈ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી (૪) રોનકકુમાર પટેલ ૧૨૦ ગુણ સાથે ૭૬મો રેન્ક, વિદ્યામંદિર પણંજનાં (૫) રિધ્ધિ પટેલ ૧૧૯ ગુણ સાથે ૮૫મો રેન્ક તથા (૬) યશકુમાર પટેલ ૧૧૮ ગુણ સાથે ૯૧મો રેન્ક અને શામળા ફળિયા ખેરગામની વિદ્યાર્થિની (૭) ખુશી પટેલ ૧૧૭ ગુણ સાથે ૯૩મો રેન્ક પ્રાપ્ત કર્યો હતો.ઉપરોક્ત તમામ વિદ્યાર્થીઓ મેરિટમાં સ્થાન મેળવી   ₹48000/- ( માસિક 1000 રૂપિયા લેખે 48 માસ સુધી) શિષ્યવૃતિની પાત્રતા મેળવી  શાળા અને ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યુ છે. 
            'NMMS' પરીક્ષામાં મેરીટમાં સ્થાન પ્રાપ્ત કરનાર ઉપરોક્ત તમામ વિદ્યાર્થીઓને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મનિષભાઈ પરમાર સાહેબ, તાલુકા કેળવણી નિરિક્ષક શ્રી પ્રશાંતભાઈ પટેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ તથા મહામંત્રીશ્રી કિરીટભાઈ પટેલ અને ખેરગામ બી.આર.સીશ્રી વિજયભાઈ પટેલ દ્વારા અભિનંદન પાઠવે છે.


Post a Comment

0 Comments